Saturday, August 24, 2019

અનેકાંતવાદ - સત્ય અને દૃષ્ટિકોણ

Click here for English Version

અનેકાંતવાદ એક એવો વિચાર છે જે બધી જ પ્રમુખ ભારતીય વિચારધારા માં તેનું સ્થાન પામેલ છે મુખ્યત્વે આજીવિક, બૌદ્ધ, જૈન અને વેદીક. આ વિચાર ખાલી સાંપ્રદાયિક સદભાવના હેતુ નહિ પણ લોકો ની જીવન શૈલી માં ગુંથાયેલો વિચાર હતો એવું દર્શન થાય છે. જૈન અને આજીવિક વિચારધારાઓ માં આ વિચાર ને પ્રમાણ માં અધિક મહત્વતા આપી છે એવું લાગે છે. જૈન વિચારધારા માં અનેકાંતવાદ ની મહત્વતા, અહિંસા સાથે સીધી જોડાયેલી છે. અહિંસા, જે જૈન વિચારધારા નું મૂળ તત્વ છે, એ ત્રણ મુખ્ય સ્તંભ પર ઘડાયેલું છે. સત્ય, અપરિગ્રહ અને અનેકાંતવાદ. પણ બીજી વિચારધારાઓ માં પણ અનેકાંતવાદ ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

મેં જયારે અનેકાંતવાદ વિષે વાંચન ચાલુ કર્યું હતું તો એક સવાલ હતો કે આ વિષય નું ઊંડાણ કેટલું હશે. શું અનેકાંતવાદ, આધુનિક શબ્દ "Pluralism" (પ્લુરાલીઝમ) ની વ્યાખ્યા માં સમાવી જાય છે? પણ મને એહસાસ થયો કે વ્યાખ્યાઓ કદાચ સહેલી અને સરળ લાગે પણ આવા વિચાર ને જીવી જવા માટે ઘણા અધ્યયન ની જરૂર હોય છે. એવી વિચારધારા જે ભારતીય સંસ્કૃતિ માં ઓછા માં ઓછી ૨-3 હજાર વર્ષ થી ચાલતી અને ઉભરતી આવે છે એને સમજવા માટે ઘણું વાંચન અને મંથન કરવું પડશે એવું લાગે છે.

અનેકાંતવાદ ઉપર આપણે આગળ વાત કરીયે તે પેહલા મારે એક બીજા વિષય ઉપર પણ વાત કરવી છે. તે છે "Boundaries" કે સીમા કે પછી વિભાજન. વિભાજન શબ્દ થી આપણા મગજ માં શું ચિત્ર ઉભું થાય? સરહદ, દીવાલો ક્યાં તો પછી એક જગ્યા કે વસ્તુ ને બીજી જગ્યા/વસ્તુ થી અલગ કરતુ હોય? સાચી વાત છે. પણ હું જે સંદર્ભ માં વાત કરવા મંગુ  છુ તે માનસિક સીમા જોડે છે, ભૌતિક વિભાજનો સાથે નથી. માનસિક સીમાઓ  રાખવા થી મનુષ્ય ને એક હૂંફ, એક ઓળખ, એક વ્યક્તિત્વ મળે છે. જેમ, બીજા પ્રાણી ભૌતિક સીમા રાખે છે એની દિનચર્યા માટે, એના ખાન-પાન કે પ્રજનન માટે અને પોતા નું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, તેજ રીતે મનુષ્ય માનસિક સીમા રાખે એના અસ્તિત્વ અને એની ભિન્ન ઓળખ સાચવી રાખવા માટે. ઉદાહરણ તરીકે મેં મારી આસ પાસ ઘણી સીએમઓ બનાવેલી છે જેમ કે હું મનુષ્ય છુ, નર, ભારતીય, ગુજરાતી, જૈન, એન્જીનીર, શાકાહારી છુ... અને આ લિસ્ટ ચાલતું રહે. આ બધી સીમાઓ મેં મારા મગજ માં રાખી છે જેથી કરી ને હું મારુ ભિન્ન વ્યક્તિત્વ ટકાવી શકું જેને અપને અહંકાર (એટલે "Identity" not "Ego") કહી શકીયે. પણ એક વાત નોંધપાત્ર છે કે મનુષ્ય ને જ એ વિકલ્પ આપવા માં આવ્યો છે કે એ એના અસ્તિત્વ કે અહંકાર ની સહજ વૃત્તિ માંથી ઉપર આવી અને બની શકે એટલી માનસિક સીમાઓ દૂર કરી શકે છે. જો મનુષ્ય આ માનસિક વિભાજનો થી સંપૂર્ણ મુક્ત થઇ શકે તો એને સમ્યક્તા ધારણ થાય કે મનુષ્ય ને પૂર્ણ "યોગી" કહી શકાય છે.  પણ અહંકાર (Identity) રાખવો કે નહિ એ અહીંયા વિષય નથી. એટલે જો હું સામાન્ય મનુષ્ય તરીકે કે પછી થોડું વ્યવહારિક બની ને વાત કરું તો આ માનસિક સીમાઓ આપણે સંપૂર્ણ રીતે સમાપ્ત નથી કરી શકતા. એ થી કરી ને આપણા જીવન માં અનેકાંતવાદ નું મહત્વ ખુબ છે. આપણે શાંત અને સમ-ચિત્ત બનવા માટે અનેકાંતવાદ ને સમજવું અને જીવન માં ઉતારવું ખુબ જરૂરી છે. પરિવાર માં, કાર્ય ક્ષેત્રો માં, તથા પ્રાણીઓ, કે પછી અલગ જીવન શૈલી ના લોકો જોડે ની દૈનિક લેણદેણ કરતી વખતે અનેકાંતવાદ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

માનસિક સીમાઓ આપણી ઓળખ કે આપણા અહંકાર (identity) ની સુરક્ષા કરે છે. જો એક સ્તર ઊંડાણ માં જઇયે તો મને એ પ્રશ્ન આવે છે કે આપણો અહંકાર (Identity) શેની ઉપર ઘડાયેલો છે? આપનો અહંકાર "આપણા સત્ય" ઉપર ઘડાયેલો છે એવું લાગે છે. પણ તો પછી મારા માટે "મારુ સત્ય" શું છે? ઉદાહરણ તરીકે, હું ભારતીય છુ એ મારા માટે શતપ્રતિશત સત્ય છે અને એ સત્ય મારા અહંકાર (identity) અને મારી માનસિક સીમાઓ માટે મૂળ આધાર છે. પણ સમજીલો એક દિવસ મેં મારા DNA નો વૈજ્ઞાનિક રિસર્ચ કરાવ્યો અને મને ખબર પડી કે મારો DNA ૧૫-૨૦ અલગ મનુષ્ય ની પ્રજાતીયો નું મિશ્રણ છે તો મારા માટે મારા ભારતીય હોવા નું સત્ય biological સંદર્ભ માં બદલાઈ જાય છે. તો એવી રીતે કોઈ પણ સંદર્ભ માં મારા માટે "મારુ સત્ય" શું છે એ પ્રશ્ન છે.

તો મને એવું લાગે છે કે જે નવી માહિતી આપણી પાંચ ઇન્દ્રિયો એ આપણા મગજ ને આપી છે --> અને આપણી ભુદ્ધિ (intellect) જૂની સ્મૃતિ અને નવી માહિતી જોડે નું વિશ્લેષણ કરે --> અને એ વિશ્લેષણ થયા પછી આપણી બુદ્ધિ નવી સ્મૃતિઓ બનાવે એ આપણા માટે સત્ય બની જાય છે. જો આ વાત સાચી છે અને એનો આધાર લઈએ તો જયારે નવી માહિતી આપણા મગજ ને આપવા માં આવશે ત્યારે તેની પૂર્ણ શક્યતા છે કે મારુ સત્ય બદલાઈ શકે છે ઉપર ના DNA ના ઉદાહરણ પ્રમાણે. અને તેનો મતલબ એ કે મારા માટે જે સત્ય છે એની validity એ સમય, એ સ્થળ, એ સંજોગ અને એ સંદર્ભ માટે જ છે અને એ બદલાઈ શકે છે. જેથી કરીને મારુ વ્યક્તિત્વ અને અહંકાર (identity) પણ બદલાઈ શકે છે. અને બીજી મહત્વ ની વાત એ છે કે બીજા કોઈ મનુષ્ય કે પ્રાણી નું સત્ય, મારા સત્ય સાથે મેળ ખાય, એ તો એક સૈયોંગ જ હોઈ શકે એટલે કે એવી શક્યતા ઓછી બની શકે. તો મારુ સત્ય અને બીજા નું સત્ય અલગ હોય શકે અને મારુ સત્ય પણ બદલાઈ શકે છે, એ આધારે તો અનેકાંતવાદ મહત્વ નો ગુણ છે જેથી કરીને આપણે સંવાદિતા (Harmony) માં રહી શકીયે છીએ.

સત્ય અનેક che!! Photo Credit: Shweta Shah

હવે મારુ નિંદાત્મક બુદ્ધિ, અનેકાંતવાદ ની વીચારધાર ને પ્રશ્ન પણ કરે છે કે, શું એનો મતલબ એ છે કે હું મારા ઘડેલા સત્ય પર ભરોસો જ ના કરી શકું? શું મારે હંમેશા મારા વિચારો ને શંકાસ્પદ નજરે જ જોવું જોઈએ? પણ પછી મને સમજ આવ્યું કે અનેકાંતવાદ નો મતલબ એ નથી કે મારું સત્ય, એ અસત્ય છે. પણ એનો મતલબ એ છે કે મારું સત્ય, એ પરમસત્ય નથી અને એ બદલાઈ શકે છે. મારુ સત્ય બીજા ના સત્ય થી અલગ હોઈ શકે છે. મારા માટે સત્ય એ સમય માટે એ જ છે અને એને ઉપર હું પૂર્ણ ભરોસા કરી શકું છે. જોડે જોડે બીજા ના સત્ય ને સાંભળવાનો અને સમજવાનો અવકાશ રાખી શકું છુ. બીજા ના સત્ય ને પણ સન્માન કરું. કારણ કે બીજા માટે જે સત્ય છે તે એની અલગ સ્મૃતિઓ અને અલગ અહંકાર ની સીમાઓ થી ઘડાયેલું છે. જો હું એ બીજા લોકો ની સીમાઓ નું સન્માન ના કરું તો એ માનસિક હિંસા જ કહેવાય. એ માનસિક હિંસા, ટૂંક સમય માં મોઉખિક અને પછી શારીરિક હિંસા ના સ્વરૂપ માં પ્રત્યક્ષ થઇ શકે છે. જો હું બીજા લોકો ના સત્ય માટે અવકાશ રાખું છુ તો એ મારી બનાવેલી મારા અહંકાર (Identity) ની સીમાઓ માં એક દ્વાર નું પ્રતીક છે જેમાં થી હું બીજા વિચારો નું દર્શન કરવાની ક્ષમતા રાખું છુ.

આ પ્રમાણે હું અનેકાંતવાદ ને અહિંસા ના એક મુખ્ય સ્તંભ તરીકે કલ્પના કરી શકું. અનેકાંતવાદ ને હજુ ઊંડાણ માં સમજવા માટે નયવાદ, સ્યાદવાદ અને સપ્તભાગી વીચારધાર નું અધ્યયન કરવું જરૂરી લાગે છે જે મારા અત્યાર ના અનેકાંતવાદ ના સત્ય ને ભવિષ્ય માં બદલી શકે છે પણ ત્યાં સુધી મારા માટે અનેકાંતવાદ નું આ સત્ય, સત્ય જ રહેશે. 

મને ખુબ ગમશે જો તમે તમારા વિચાર વિવેચક બની blog પર comment લખશો. Blog લખવું મારા માટે એટલું સહજ નથી કે હું એટલું સેહલાય થી મારા વિચાર વ્યક્ત કરી શકું એટલે કદાચ આ blog સેહલાય થી ના સમજાય તો બીજી વાર વાંચવાની કોશિશ કરજો. આભાર!!

No comments:

Post a Comment